Skip to main content
Settings Settings for Dark

બાંગ્લાદેશમાં અનામતના મુદ્દે હિંસા ફાટી નીકળતા 32નાં મૃત્યુ, મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા ઠપ્પ થઈ

Live TV

X
  • બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસાને કારણે સ્થિતિ વધુ કાબૂ બહાર થઈ ગઈ છે. આ અથડામણમાં 32 લોકો મૃત્યુને ભેટ્યા છે. જેના કારણે મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ, પીએમ શેખ હસીનાએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

    બાંગ્લાદેશમાં હિંસાને કારણે સ્થિતિ વધુ કાબૂ બહાર થઈ ગઈ છે. ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ ગુરુવારે દેશના સરકારી બ્રોડકાસ્ટરને આગ ચાંપી દીધી હતી. ઢાકામાં થયેલી હિંસામાં ઓછામાં ઓછા 32 લોકોના મૃત્યુ થયા હતા. પ્રધાનમંત્રી શેખ હસીનાએ વધી રહેલી હિંસાને ડામવા માટે શાંતિની અપીલ કરી હતી. હાલની અનામત નાબૂદ કરવાની અને સિવિલ સર્વિસ રિક્રુટમેન્ટના નિયમોમાં સુધારાની માંગ કરી રહેલા સેંકડો વિરોધીઓ પર પોલીસે પહેલા રબરની ગોળીઓ ચલાવી હતી. પરંતુ બાદમાં તોફાનીઓએ જવાબી કાર્યવાહી કરી અને પોલીસ પર કાબૂ મેળવ્યો. ગુસ્સે ભરાયેલા ટોળાએ રાજધાની ઢાકામાં બીટીવીના હેડક્વાર્ટર સુધી પીછેહઠ કરી રહેલા અધિકારીઓનો પીછો કર્યો, પછી નેટવર્કની રિસેપ્શન બિલ્ડિંગ અને બહાર પાર્ક કરેલા ડઝનેક વાહનોને આગ ચાંપી દીધી. જેના કારણે રાજધાની ઢાકા આગની લપેટમાં આવી ગઈ હતી. અનિયંત્રિત સ્થિતિને જોતા મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. 

    પીએમ હસીનાએ પ્રદર્શનકારીઓની હત્યાની નિંદા કરી

    પ્રધાનમંત્રી હસીનાએ બુધવારે રાત્રે વિરોધીઓની "હત્યા"ની નિંદા કરી અને પ્રતિજ્ઞા લીધી કે જવાબદારોને તેમના રાજકીય જોડાણને ધ્યાનમાં લીધા વિના સજા કરવામાં આવશે, પરંતુ તેમની શાંતિની અપીલ કરવા છતાં હિંસાએ ગંભીર સ્વરૂપ લીધું હતું. પોલીસે ફરી રબરની ગોળી અને ટીયર ગેસના શેલ પ્રદર્શનકારીઓ પર છોડ્યા હતા. ઘટનાના ડેટા અનુસાર, અઠવાડિયાની શરૂઆતમાં માર્યા ગયેલા સાત ઉપરાંત, ગુરુવારે ઓછામાં ઓછા 25 લોકો માર્યા ગયા હતા. જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા હતા. 

    મોટાભાગના લોકો પોલીસના હથિયારોને કારણે મૃત્યુ પામ્યા

    એએફપીને આપવામાં આવેલા હોસ્પિટલના આંકડાઓના આધારે ઓછામાં ઓછા બે તૃતીયાંશ મૃત્યુ પોલીસ હથિયારોને કારણે થયા હતા. રાજધાની ઢાકાની ઉત્તરા ક્રેસન્ટ હોસ્પિટલના એક અધિકારીએ પ્રતિશોધના ડરથી નામ ન આપવાની શરતે એએફપીને જણાવ્યું હતું કે, "અમને અહીં સાત લોકો મૃત મળ્યા છે. પ્રથમ બે વિદ્યાર્થીઓ રબરની ગોળીઓથી ઘાયલ થયા હતા. અન્ય પાંચને બંદૂકની ગોળી વાગી હતી." પોલીસ સાથેની અથડામણ દરમિયાન ઘાયલ થયેલા લગભગ 1,000 અન્ય લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, જેમાંથી ઘણાને રબરની ગોળીઓ વાગી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply