Skip to main content
Settings Settings for Dark

બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાના વિરોધમાં કાઠમંડુમાં પ્રદર્શન

Live TV

X
  • પ્રદર્શનકારીઓએ  "હિંદુઓ પર જુલમ બંધ કરો", "હિંદુઓની સુરક્ષાની ખાતરી આપો" જેવા સૂત્રોચ્ચાર કર્યા

    તાજેતરમાં બાંગ્લાદેશમાં ફેલાયેલી આરાજક્તાને પગલે લઘુમતી હિંદુ અને બૌદ્ધ સમુદાયો પર હુમલા વધી રહ્યાં છે. વધતા હુમલાઓ ને પગલે કાઠમંડુમાં દેખાવો યોજાયા હતા. શનિવારે કાઠમંડુના મૈતીઘર મંડલામાં સ્થાનિક વિદ્યાર્થીઓ અને યુવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

    બાંગ્લાદેશમાં શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ પરિસ્થિતિ વણસી રહી છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને યુવાનોએ,લઘુમતીઓ પરના હુમલામાં વધારો થયો છે અને તેમની સુરક્ષાની માંગણી કરી છે. પ્રદર્શનકારીઓએ વિરોધીઓની સામે  "હિંદુઓ પર જુલમ બંધ કરો", "હિંદુઓની સુરક્ષાની ખાતરી આપો" જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. લઘુમતી સમુદાઈ પોતાની સુરક્ષા માટે હાલની સરકાર સામે લડી રહ્યાં છે. 

    બાંગ્લાદેશમાં હિંસક ઘટનાઓમાં માર્યા ગયેલા હિંદુઓ પ્રત્યે આદર દર્શાવવા માટે આજે સાંજે કાઠમંડુમાં શ્રદ્ધાંજલિ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નેપાળના અનેક શહેરોમાં હિન્દુ રાષ્ટ્ર સ્વાભિમાન જાગરણ અભિયાન દ્વારા આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply