બ્રિટનની જમીન પરથી છોડાયેલું પહેલું જ સેટેલાઈટ મિશન નિષ્ફળ રહ્યું
Live TV
-
બ્રિટનની ધરતીથી લોન્ચ કરવામાં આવેલું પ્રથમ ઉપગ્રહ મીશન આજે નિષ્ફળ રહ્યું હતું. વૈજ્ઞાનીકોએ વિસંગતતા હોવાનો ખુલાસો કર્યો છે. વૈજ્ઞાનીકોએ કહ્યું કે તેઓ લક્ષની નજીક પહોચી ગયા હતાં. પરંતુ દુર્ભાગ્યથી અંતિમ સમયે મિશન ફેઇલ થયું હતું. શરૂઆતમાં લોન્ચ બાદ ઉપગ્રહ યોગ્ય માર્ગે જતો જોવા મળ્યો હતો.
અહેવાલ અનુસાર વર્જીન બાદ બોઇંગ 747 એ 17 ફૂટના રોકેટને લઇ જવા દક્ષિણ-પશ્ચિમ ઇગ્લેન્ડના કોન્વોલમાં એક સ્પેશ કોટથી ઉડાન ભરી હતી. સવા કલાક બાદ રોકેટ વિમાનથી અલગ થયું હતું અને આયરલેન્ડના દક્ષિણમાં એટલાન્ટા મહાસાગર ઉપર 35 હજાર ફૂટની ઉચાઇ પર યોજના મુજબ પ્રજ્વલીત થયો હતો. જોકે રોકેટ કક્ષામાં પ્રવેશ કરવા અને પોતાના નવ ઉપગ્રહને છોડવાનો હતો ત્યારે વર્જીન અને વીડ તરફથી વિસંગતતાનું સિગ્નલ આવ્યું હતું. વૈજ્ઞાનીકોએ કહ્યું કે અમે માહિતીના આધારે મુલ્યાંકન કરી રહ્યાં છીએ.
