ઈન્ડોનેશિયામાં વહેલી સવારે 7.6 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો
Live TV
-
ઇન્ડોનેશિયામાં આજે વહેલી સવારે 7.6 નો ભૂકંપ રિકટર સ્કેલ પર નોંધાયો છે. યુરોપિયન મેડિટ્રેટિયન સિસ્મોલોજીકલ સેન્ટરે કહ્યું છે કે ઇન્ડોનેશિયાના તનીબંર દ્વિપ સમુહમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. તે પૃથ્વીની સપાટીથી 97 કિલોમીટરની ઊડાઇએ નોંધાયું છે. હાલમાં કોઇના મૃત્યુના સમાચાર નથી.
આ પહેલાં 7.7નો ભૂકંપ ડિસેમ્બર-2021માં આવ્યો હતો. વર્ષ 2004માં ઇન્ડોનેશિયામાં સૌથી ખતરનાક ભૂકંપ આવ્યો હતો. સુમાત્રાની નજીક આવેલ 9.1ની તીવ્રતાના ભૂકંપને પગલે સુનામી આવી હતી. તે સમયે દોઠ લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતાં.
