12 થી 26 જાન્યુઆરી દરમિયાન ભારત-જાપાન વીર ગાર્ડિયન કવાયત યોજાશે
Live TV
-
થાઈલેન્ડમાં ભારતીય રાજદૂત નાગેશ સિંહે ગઈકાલે, 8 જાન્યુઆરીએ બેંગકોકના દક્ષિણ-પૂર્વમાં સ્થિત U-Tapo નેવલ એર બેઝ પર ભારતીય વાયુસેનાની ટુકડીનું સ્વાગત કર્યું. થાઈલેન્ડમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું કે, આ ટુકડી 12મી જાન્યુઆરી થી 26મી જાન્યુઆરી સુધી જાપાન એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ JASDF સાથે પ્રથમ કવાયત વીર ગાર્ડિયન 2023માં ભાગ લેવા માટે જાપાન જશે.
ભારત અને જાપાન વચ્ચે વાયુરક્ષા સહયોગ વધારવા માટે હયાકુરી વિમાન મથક પર સંયુક્ત વાયુ સેના કવાયત કરશે. હવાઈ કવાયતમાં ભાગ લેનાર ભારતીય ટુકડીમાં ચાર Su-30 MKI વિમાન, બે C-17 અને એક IL-78 એરક્રાફ્ટ સામેલ હશે, જ્યારે જાપાનના ચાર F-2 અને ચાર F-15 એરક્રાફ્ટ સાથે ભાગ લેશે.
દેશો વચ્ચે હવાઈ સંરક્ષણ સહયોગને પ્રોત્સાહન આપવા માટે, ભારત અને જાપાન જાપાનના હાયકુરી એર બેઝ ખાતે સંયુક્ત હવાઈ કવાયત યોજશે. હવાઈ કવાયતમાં ભાગ લેનાર ભારતીય ટુકડીમાં ચાર Su-30 MKI, બે C-17 અને એક IL-78 એરક્રાફ્ટ સામેલ હશે, જ્યારે JASDF ચાર F-2 અને ચાર F-15 એરક્રાફ્ટ સાથે ભાગ લેશે.
ગયા વર્ષે 8મી સપ્ટેમ્બરે જાપાનના ટોક્યોમાં ભારત અને જાપાન બંને દેશોના વિદેશ અને સંરક્ષણ મંત્રીઓ બીજી બેઠક દરમિયાન, દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ વધારવા અને વધુ સૈન્ય કવાયતોમાં જોડાવા માટે સંમત થયા હતા. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આ કવાયતથી દ્વિપક્ષીય સંબંધો મજબૂત થશે અને સંરક્ષણ સહયોગ વધશે.
