Skip to main content
Settings Settings for Dark

દ. આફ્રિકા-સેન્ટ્રલ સેનેગલના કૈફરીનમાં ભયંકર અકસ્માતમાં લગભગ 40 લોકોના મોત, અનેક લોકો ઘાયલ

Live TV

X
  • દ. આફ્રિકા-સેન્ટ્રલ સેનેગલના કૈફરીનમાં ભયંકર અકસ્માતમાં લગભગ 40 લોકોના મોત, અનેક લોકો ઘાયલ થયા છે. સેનેગલના રાષ્ટ્રપતિ મૈકી સૈલ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરીને સોમવારથી રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ રાષ્ટ્રીય શોક ત્રણ દિવસ સુધી રહેશે. સાથે સાથે રાષ્ટ્રપતિએ રોડ સુરક્ષા ઉપાયો પર ચર્ચા કરીને એક આંતર-મંત્રાલય પરિષદનું આયોજન કરવાની જાહેરાત કરી છે.

    સેન્ટ્રલ સેનેગલના કૈફરીન શહેરમાં ભયંકર અકસ્માત થયો છે. 2 બસો વચ્ચેના અકસ્માતમાં લગભગ 40 લોકોના મોત થયા છે. આ રોડ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. સેનેગલમાં થયેલા આ અકસ્માત ઘટના અંગે રાષ્ટ્રપતિ મૈકી સૈલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. સેનેગલના રાષ્ટ્રપતિ મૈકી સૈલે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરીને સોમવારથી રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ રાષ્ટ્રીય શોક ત્રણ દિવસ સુધી રહેશે. સાથે સાથે રાષ્ટ્રપતિએ રોડ સુરક્ષા ઉપાયો પર ચર્ચા કરીને એક આંતર-મંત્રાલય પરિષદનું આયોજન કરવાની જાહેરાત કરી છે.

    રવિવારે રાષ્ટ્રપતિ મૈકી સૈલ દ્વારા ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી હતી કે, આ અકસ્માતમાં 40 લોકોના મોત થયા છે અને અનેક લોકો ગંભીરી રીતે ઘાયલ થયા છે. તેમણે ટ્વિટમાં લખ્યુ હતુ કે, આ ઘટનાથી હું ખૂબ વ્યથિત છું. પીડિત લોકોના પરિવાર અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply