ભારતને સોંપાશે 2023 માટે G20ની અધ્યક્ષતા, પ્રધાનમંત્રી ડિજિટલ પરિવર્તન વિષય પર સત્રને સંબોધન કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે G20 સમિટમાં ડિજિટલ પરિવર્તન વિષય પર સત્રને સંબોધન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે G20 સમિટમાં ડિજિટલ પરિવર્તન વિષય પર આધારિત ત્રીજા કાર્યકારી સત્રને સંબોધન કરશે. આ સંમેલનમાં ભારતને વર્ષ 2023 માટે G20ની અધ્યક્ષતા સોંપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શિખર સંમેલનમાં અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને ભારત સાથેના સંબંધો અંગે સમીક્ષા કરશે. ઈન્ડોનેશિયા, સ્પેન, ફ્રાંસ, સિંગાપોર, જર્મની, ઈટલી, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનના નેતાઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. પ્રધાનમંત્રીએ G20 સમિટમાં દેશની ઉપલબ્ધિઓ અને વૈશ્વિક પડકારો સામે સામૂહિક રૂપે લડવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કર્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G20 સમિટ દરમિયાન અમેરીકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ એકો વિડોડો સાથે ગઇકાલે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ વિશ્વાસ વ્યકત કર્યો હતો કે G20 સમિટ એ આંતરરાષ્ટ્રીય આર્થિક સહકાર પુરો પાડતો મંચ છે અને તેના થકી ઘણી આર્થિક મહાસત્તા ધરાવતા દેશો વૈશ્વિક પડકારોને પહોંચી વળવા સજજ થશે. તેમણે જણાવ્યું કે, G20 દેશોની અર્થવ્યવસ્થામાં વિકાસ લાવવા ઉપરાંત ચાલી રહેલ આબોહવા પરિવર્તન, ઉર્જા તેમજ અન્ન સંકટનો સામનો કરવા વૈશ્વિક સ્વાસ્થ્ય માળખાને વધુ મજબુત કરવા તેમજ તકનીકી પરિવર્તનને પ્રોત્સાહિત કરવા માટે સાથે મળીને કામ કરી રહયું છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત તેના અધ્યક્ષ પદે અન્ય વિકાસશીલ દેશોને આગળ લાવવા પ્રયત્ન કરશે.
