યુક્રેનના 60 લાખ ઘરો હજુ પણ વીજળી વગરના
Live TV
-
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ કહ્યું છે કે દેશમાં આ અઠવાડિયે થયેલા પ્રચંડ મિસાઈલ હુમલા પછી 60 લાખ યુક્રેનના ઘરો હજુ પણ વીજળી વગરના છે. એક વીડિયો સંબોધનમાં તેમણે કહ્યું કે રાજધાની અને આસપાસના વિસ્તારો વધુ પ્રભાવિત થયા છે. ઘણા ઘરો 20 કલાકથી વધુ સમયથી વીજળી વગરના છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ લોકોને ઊર્જા-કાર્યક્ષમ ઉપકરણોનો ઉપયોગ કરવા વિનંતી કરી છે. પ્રધાનમંત્રી ડેનિસ શિમહલે કહ્યું છે કે થર્મલ જનરેશન પ્લાન્ટ્સ, હોસ્પિટલો અને કટોકટી સેવાઓ સહિત દેશની લગભગ તમામ મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓ ફરીથી શરૂ કરવામાં આવી છે.
