રશિયન રાષ્ટ્રપતિ બ્રિક્સ સુરક્ષા સમિટના પ્રતિનિધિઓને મળ્યા
Live TV
-
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આજે કોન્સ્ટેન્ટિનોવસ્કી પેલેસ ખાતે બે દિવસીય સુરક્ષા સમિટમાં ભાગ લઈ રહેલા BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનું સંગઠન)ના પ્રતિનિધિઓને મળ્યા હતા. કોન્સ્ટેન્ટિનોવ્સ્કી પેલેસના માર્બલ હોલમાં આ બેઠક યોજાઈ હતી.
બ્રિક્સના કેટલાક પ્રતિનિધિઓ સાથે દ્વિપક્ષીય વાતચીત શક્ય
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે બ્રિક્સના કેટલાક પ્રતિનિધિઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ શક્ય છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે અગાઉ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે પ્રતિનિધિઓની મુલાકાતની શક્યતાનો સંકેત આપ્યો હતો.બેઠકમાં આ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો
બ્રિક્સ પ્રતિનિધિઓની 2 દિવસીય 14મી બેઠક 11 સપ્ટેમ્બરના રોજ રશિયાની સુરક્ષા પરિષદના સચિવ સર્ગેઈ શોઈગુની અધ્યક્ષતામાં શરૂ થઈ હતી. આ બેઠકમાં રશિયા, ચીન, બ્રાઝિલ, ભારત, દક્ષિણ આફ્રિકાની સાથે ઇજિપ્ત, સંયુક્ત આરબ અમીરાત, ઈરાન અને ઈથોપિયાના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.બ્રિક્સ દેશોને સાથે મળીને કામ કરવા આહ્વાન
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે અહીં પહોંચ્યા પછી, સૌપ્રથમ બ્રિક્સ દેશોને આતંકવાદ અને ડિજિટલ ક્ષેત્ર દ્વારા ઊભા થયેલા પડકારોનો અસરકારક રીતે સામનો કરવા માટે સાથે મળીને કામ કરવા આહ્વાન કર્યું.