વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર સ્વિત્ઝર્લેન્ડની બે દિવસની મુલાકાતે
Live TV
-
વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર આજથી સ્વિત્ઝર્લેન્ડની બે દિવસીય મુલાકાતે જશે. સાઉદી અરેબિયા, જર્મની અને સ્વિટ્ઝરલેન્ડ એમ ત્રણ દેશોની તેમની મુલાકાતનો આ ત્રીજો અને અંતિમ ચરણ છે. જીનીવામાં વિદેશ મંત્રી પ્રતિનિધિઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓને મળશે. ભારત આ સંસ્થાઓ સાથે સક્રિયપણે સંકળાયેલું છે. જીનીવા એ મોટી સંખ્યામાં સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું ઘર છે. જયશંકર બંને દેશો વચ્ચેની ગાઢ ભાગીદારીની સમીક્ષા કરવા અને દ્વિપક્ષીય સંબંધોને વધુ વધારવાની શક્યતાઓ શોધવા સ્વિટ્ઝર્લેન્ડના વિદેશ મંત્રીને પણ મળશે.
અગાઉ ગઈકાલે ડૉ. જયશંકરે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને મળ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અંગત શુભેચ્છાઓ પાઠવી હતી. ડૉ. જયશંકર તેમના ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં જર્મનીમાં હતા. તેમણે જર્મનીના ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન – CDU પાર્ટીના અધ્યક્ષ અને CDU – ક્રિશ્ચિયન સોશિયલ યુનિયન સંસદીય જૂથના સભ્ય ફ્રેડરિક મર્ઝ સાથે મુલાકાત કરી.
જયશંકરે જર્મન સંસદ-બુન્ડસ્ટેગના સભ્યો સાથે પણ વાતચીત કરી. તેમણે જર્મનીના વિદેશ મંત્રી એન્નાલેના બેરબોક સાથે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. જયશંકરે વેપાર, સંરક્ષણ અને સુરક્ષા જેવા ક્ષેત્રોમાં ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીનો પણ સ્ટોક લીધો હતો.