Skip to main content
Settings Settings for Dark

રશિયાએ ફરી યુક્રેનના કિવમાં મિસાઈલ હુમલો કર્યો, 12ના મોત

Live TV

X
  • રશિયાએ શનિવારે યુક્રેન પર ફરી મિસાઈલથી હુમલા કર્યા હતાં. યુક્રેનના પૂર્વી ભાગમાં આવેલા ડિન્પ્રો શહેરના એક એપાર્ટમેન્ટ બ્લોક પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 12 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ઉપરાંત કિવ, ખારકિવ, ઓડેસા સહિત કેટલાક અન્ય શહેરો પર પણ રશિયાએ મિસાઈલથી હુમલા કર્યા હતાં. કેટલાક વીજ અને પ્રાથમિક માળખા પર હુમલા પછી હવે યુક્રેનના મોટાભાગના હિસ્સામાં ઈમરજન્સી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે.

    આ પહેલા બ્રિટનએ યુક્રેનની મદદ માટે ચેલેન્જર 2 યુદ્ધ ટેન્ક મોકલવાની જાહેરાત કરી હતી. બ્રિટનના પ્રધાનમંત્રી ઋષી શુનકે જણાવ્યું હતું કે, તેમના યુદ્ધ ટેન્ક રશિયાના સેનિકોને પાછળ હટાવવામાં મદદ કરશે. રશિયાએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, યુક્રેનને વધુ હત્યાર આપવાથી તે તેની હુમલાની તીવ્રતામાં વધારો કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply