Skip to main content
Settings Settings for Dark

વડનગર શહેર, મોઢેરાનું સૂર્ય મંદિર અને ઉનાકોટીની શિલાઓ યુનેસ્કો હેરિટેજ સાઈટની 'સંભવિત યાદી'માં સામેલઃ ASI

Live TV

X
  • મોઢેરા ખાતેનું સૂર્ય મંદિર અને તેની આસપાસના સ્મારકો, ઉનાકોટીના શિલાઓ અને બહુસ્તરીય શહેર વડનગરનો સમાવેશ

    યુનેસ્કો (યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન) વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સંભવિત યાદીમાં ભારતના ત્રણ નવા સાંસ્કૃતિક સ્થળોનો સમાવેશ કરવામાં આવશે, જેમાં મોઢેરાના ઐતિહાસિક સૂર્ય મંદિર, ગુજરાતના ઐતિહાસિક વડનગર શહેર તેમજ ત્રિપુરામાં ઉનાકોટીની શિલ્પકૃતિઓનો સમાવેશ થાય છે. એમ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ મંગળવારે આ માહિતી આપી.
    યુનેસ્કોની વેબસાઈટ સંભવિત યાદીને "પ્રોપર્ટીની યાદી કે જે પ્રત્યેક સરકાર નામાંકન માટે વિચારણા કરવા માંગે છે" તરીકે વર્ણવે છે.

    કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી, જી કિશન રેડ્ડીએ ત્રણ સાઇટ્સની તસવીરો તેમના ટવીટર અકાઉંટ પર શેર કરી. તેણે ટ્વીટ કર્યું, “ભારતને અભિનંદન! યુનેસ્કોની સંભવિત યાદીમાં ભારતે વધુ ત્રણ સ્થળો ઉમેર્યા છે: 1મું, ગુજરાતનું વડનગર બહુસ્તરીય ઐતિહાસિક શહેર, 2જું, મોઢેરાનું સૂર્ય મંદિર અને તેની આસપાસના સ્મારકો અને ત્રીજું, ઉનાકોટી જિલ્લામાં પથ્થરની કોતરણીની શ્રેણી.''

    ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ પણ તેમનું ટ્વીટ શેર કર્યું અને કહ્યું કે આ પગલું ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપશે.

    ASI એ જણાવ્યું હતું કે, "મોઢેરા ખાતેનું સૂર્ય મંદિર અને તેની આસપાસના સ્મારકો, ઉનાકોટીના શિલાઓ અને બહુસ્તરીય શહેર વડનગર એ યુનેસ્કોની કામચલાઉ યાદીમાં ઉમેરવામાં આવેલી ત્રણ નવી જગ્યાઓમાં સામેલ છે." આનાથી ભારતીય સાંસ્કૃતિક વારસાને મોટું પ્રોત્સાહન મળશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply