Skip to main content
Settings Settings for Dark

ભારત અને શ્રીલંકા વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ આવતા મહિનાથી શરૂ થશે

Live TV

X
  • ભારત અને શ્રીલંકા વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ આવતા મહિનાથી શરૂ થશે. ફેરી સર્વિસ જાફના જિલ્લાના કાંકેસંથુરાઈ બંદર અને ભારતમાં પુડુચેરીને જોડશે. શ્રીલંકાના બંદરો અને શિપિંગ મંત્રી નિમલ સિરીપાલા ડી સિલ્વાએ જણાવ્યું હતું કે ભારત સરકારે ફેરી સેવા માટે સંમતિ આપી છે. તેમણે કહ્યું કે દક્ષિણ ભારતથી શ્રીલંકાના ત્રિંકોમાલી અને કોલંબો સુધી પેસેન્જર પરિવહન સેવાઓ પણ શરૂ કરવામાં આવશે. સિલ્વાએ કહ્યું કે ફેરી સર્વિસ શરૂ કરવાનું આ પગલું બંને દેશોના લોકોની માંગ પર લેવામાં આવ્યું છે.

    નવી સેવા હેઠળ દરેક ફેરીમાં 300 થી 400 મુસાફરોને લઈ જવામાં આવશે. ફેરીની મુસાફરીનો સમય લગભગ સાડા ત્રણ કલાકનો રહેશે. ફેરી
    માલિકો સૂચવે છે કે ફેરીનું ભાડું પાંચ હજાર રૂપિયા પ્રતિ મુસાફર હોઈ શકે છે અને એક મુસાફર 100 કિલો સુધીનો માલ લઈ જઈ શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply