Skip to main content
Settings Settings for Dark

ભારતીય મૂળના લીઓ વરાડકર બીજી વખત આયર્લેન્ડના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા

Live TV

X
  • પ્રથમ કાર્યકાળમાં લીઓ વરાડકર 2017 થી 2020 સુધી આયર્લેન્ડના પ્રધાનમંત્રી હતા.

    ભારતીય મૂળના લીઓ વરાડકર બીજી વખત આયર્લેન્ડના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા છે. લીઓ વરાડકરે દેશની કેન્દ્રવાદી ગઠબંધન સરકાર સાથે રોટેશનલ પાવર-શેરિંગ વ્યવસ્થા હેઠળ પ્રધાનમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. સંસદસભ્યોએ આયર્લેન્ડના નીચલા ગૃહ ડેઇલના વિશેષ સત્રમાં માઇકલ માર્ટિનના સ્થાને પ્રધાનમંત્રી તરીકે લીઓ વરાડકરના નામનેમંજૂરી આપી હતી. લીઓ વરાડકરની નિમણુંક આયર્લેન્ડના રાષ્ટ્રપતિ ડી. હિગિન્સના કાર્યાલયમાંથી મંજૂરી બાદ પુષ્ટી કરવામાં આવી હતી. તેમના પ્રથમ કાર્યકાળમાં લીઓ વરાડકર 2017 થી 2020 સુધી આયર્લેન્ડના પ્રધાનમંત્રી હતા.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીઓ વરાડકરને આયર્લેન્ડના પ્રધાનમંત્રી બનવા બદલઅભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વિટમાં જણાવ્યું છે કે, તેઓ ભારત અને આયર્લેન્ડ વચ્ચેના ઐતિહાસિક સંબંધો, સહિયારા બંધારણીય મૂલ્યો અને બહુપક્ષીયસહયોગનું સન્માન કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે,  તેઓ બંને ગતિશીલ અર્થતંત્રોની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply