વિશ્વમાં પ્રાચીન અને જનજાતીય ભાષાઓને પુનર્જીવિત કરવા અંગે યુનેસ્કોની વિચારણા
Live TV
-
ભારતમાં 1,700 ભાષાઓ છે, જેમાંથી 949 ભાષાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વિશ્વમાં પ્રાચીન અને જનજાતીય ભાષાઓને પુનર્જીવિત તથા સંરક્ષિત કરવા તથા તેને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર ફંડ સ્થાપિત કરવા અંગે વિચાર કરી રહ્યું છે. જેમાં અન્ય ભાષાઓ સાથે પ્રાકૃત, પાલી અને શારદા જેવી પ્રાચીન ભારતીય ભાષાઓ શામેલ છે. યૂનેસ્કોએ સ્વદેશી ભાષાઓના આંતરરાષ્ટ્રીય દશક કાર્યક્રમમાં ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના કલાનિધિ વિભાગના પ્રમુખ અને રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયના નિદેશક રમેશ ગૌડની સહ અધ્યક્ષતામાં એક કાર્યબળ શરૂ કર્યું છે. જેનો ઉદ્દેશ્ય આ ભાષાઓનો અનુવાદ કરવાનો છે. આ કોષ સમુદાય અને બિન સરકારી સંગઠન માટે ઉપલબ્ધ રહેશે. ડિસેમ્બરમાં ટાસ્ક ફોર્સની આઠમી બેઠકની સહ અધ્યક્ષતા કરનાર ગૌડ અનુસાર તમામ દેશ દ્વારા એક નવી કાર્ય યોજના લાગુ કરવામાં આવશે, જેમાં ભારત પણ શામેલ છે. રમેશ ગૌડે આ અંગે જણાવ્યું છે કે, ભારતમાં 1,700 ભાષાઓ છે, જેમાંથી 949 ભાષાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્થાપિત કરવામાં આવેલ ફંડનો ઉપયોગ ખોવાઈ ગયેલ ભાષાઓના ડિજિટલ સંગ્રહ માટે કરવામાં આવશે.
