વિદેશમંત્રી ડૉ. જયશંકર મોસ્કોમાં પોતાના સમકક્ષ સર્ગેઇ લાવરોવ સાથે મુલાકાત કરશે
Live TV
-
વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર રશિયાના પ્રવાસે છે. તેઓ આજે મોસ્કોમાં પોતાના સમકક્ષ સર્ગેઇ લાવરોવ સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ વચ્ચે હિંદ પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષા, યુક્રેન અને અફઘાનિસ્તાન સ્થિતિની સાથે સાથે ઇઝરાયલ-હમાસ યુદ્ધ અંગે પણ ચર્ચા થશે. મહત્વનુ છે કે રવિવારથી ચાર દિવસ રશિયાની યાત્રાએ પહોંચેલા વિદેશમંત્રી મોસ્કોમાં સંયુક્ત રાષ્ટ્ર, શાંઘાઇ સંયુક્ત સંગઠન, અને જી20 વિષય પર અલગથી ચર્ચા કરશે. સાથે જ આવનારા બ્રિક્સ સંમેલનને લઇને રશિયાની અધ્યક્ષતા અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
આ પહેલા વિદેશમંત્રી એસ. જયશંકરે મંગળવારે ભારત-રશિયા દ્રિપક્ષીય આર્થિક સહયોગ પર રશિયાનાના ઉદ્યોગ અને વ્યાપાર મંત્રીઓ સાથે બેઠક કરી હતી. બંને નેતાઓએ વેપાર, ઉર્જા, નાગરિક ઉડ્ડયન અને પરમાણુ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રગતિ અંગે વાત કરી હતી.