સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ગાઝા પટ્ટીમાં માનવીય સહાયતા બાબતે પ્રસ્તાવ પસાર કર્યો
Live TV
-
UNSCના કુલ 15 સભ્યોમાંથી 13 સભ્યોએ આ પ્રસ્તાવના હિતમાં મતદાન કર્યું હતું.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ગાઝા પટ્ટીમાં એક માનવીય સહાયતાને લઈને એક પ્રસ્તાવ પસાર કર્યો છે. ગાઝામાં તાત્કાલિત મદદ અને ઈઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને બંધ કરવાનું આ પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે. સંયુક્ત આરબ દ્વારા મુકવામાં આવેલા આ પ્રસ્તાવ પર કેટલાક દિવસોના વિલંબ પછી શુક્રવારે સુરક્ષા પરિષદમાં મતદાન કરવામાં આવ્યું હતું. UNSCના કુલ 15 સભ્યોમાંથી 13 સભ્યોએ આ પ્રસ્તાવના હિતમાં મતદાન કર્યું હતું, જ્યારે અમેરિકા અને રશિયા આ મતદાનથી દૂર રહ્યા હતાં.
UN રિપોર્ટ-
UN રિપોર્ટ અનુસાર 23 લાખ લોકો ભૂખમરાના સંકટનો સામનો કરી રહ્યા છે. યુદ્ધના કારણે ગાઝાના લોકો મૂળભૂત સુવિધાઓથી વંચિત છે, જેના કારણે અકાળનો ખતરો વધી રહ્યો છે. થોડા દિવસ પહેલા ઈજિપ્ત તરફથી ગાઝાના લોકોને ભોજન, પાણી અને દવાની સહાય મોકલવામાં આવી હતી.