ઈઝરાયેલે આપ્યો જડબાતોડ જવાબ, હિઝબુલ્લાહ અને હમાસ બંનેના નવા ચીફને કર્યા ઠાર
Live TV
-
ઈઝરાયેલે હમાસના વડા ઝાહી યાસર અબ્દ અલ-રઝેક ઔફીને ઠાર કરવાનો પણ દાવો કર્યો હતો. આ ઉપરાંત, ઈઝરાયેલ હુમલામાં હિઝબુલ્લાહના વરિષ્ઠ અધિકારી હાશેમ સફીદીનને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો.
ઈરાનના 180 મિસાઈલ હુમલાના જવાબમાં ઈઝરાયેલે હિઝબુલ્લાહ અને હમાસ પર હુમલા શરૂ કરી દીધા છે. ઇઝરાયેલે મોડી રાત્રે બેરૂત એરપોર્ટ નજીક હુમલો કર્યો હતો. બેરૂતનું આકાશ એક પછી એક 10 હવાઈ હુમલાઓથી ગૂંજી ઉઠ્યું. આ સાથે ઈઝરાયેલની સેનાનું ગ્રાઉન્ડ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. ઈઝરાયલે હમાસના વડા ઝાહી યાસર અબ્દ અલ-રઝેક ઔફીને ઠાર કરવાનો પણ દાવો કર્યો હતો. આ ઉપરાંત, સમાચાર એજન્સી રોયટર્સે એક પત્રકારને ટાંકીને જણાવ્યું હતું કે ઈઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહના વરિષ્ઠ અધિકારી હાશેમ સફીદીનને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન હિઝબુલ્લાએ પણ ઈઝરાયેલી સેનાના 17 અધિકારીઓ અને સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે.
ઈઝરાયેલી સેનાએ શુક્રવારે કહ્યું કે તેણે પશ્ચિમ કાંઠે તુલકારમ પર હુમલામાં હમાસ નેટવર્કના વડાને મારી નાખ્યો છે. સેનાએ એક નિવેદનમાં હમાસ આતંકવાદીની ઓળખ ઝાહી યાસર અબ્દ અલ-રઝેક ઓફી તરીકે કરી છે. એક્સિઓસના રિપોર્ટર બરાક રવિદે, શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં ઈઝરાયેલી સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે બેરૂત પર ઈઝરાયેલના હુમલામાં વરિષ્ઠ હિઝબુલ્લાહ અધિકારી હાશેમ સફીદીનને નિશાન બનાવવામાં આવ્યા હતા. સફીદીન એ વ્યક્તિ છે જેને હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે. આ મામલે કોઈપણ પક્ષ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ઈઝરાયેલ ઈરાનના તેલના કુવાઓ પર હુમલો કરી શકે છે
ઈરાનના હુમલાનો જવાબ કેવી રીતે આપવો તે અંગે ઈઝરાયેલે હજુ સુધી નિર્ણય લીધો નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને સ્પષ્ટ કર્યું છે કે જો ઈઝરાયેલ ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરશે તો અમેરિકા તેને સમર્થન નહીં આપે. જો કે, જ્યારે બાઈડનને પૂછવામાં આવ્યું કે શું ઈઝરાયેલ ઈરાનના તેલના કુવાઓ પર હુમલો કરવા જઈ રહ્યું છે તો તેમણે કહ્યું કે તે આ અંગે જાહેરમાં વાત કરશે નહીં. બાઈડેનના નિવેદનથી વૈશ્વિક તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે તેલના પુરવઠામાં વિક્ષેપ પડવાનો ડર વેપારીઓને છે.