Skip to main content
Settings Settings for Dark

ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ રોકવા માટે ઈજિપ્તે 3 ચરણની યોજનાનો પ્રસ્તાવ રજૂ કર્યો

Live TV

X
  • ઈજિપ્તે ખાડી દેશ કતર સાથે મળીને આ પ્રસ્તાવ તૈયાર કર્યો.

    ઈજિપ્તે ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ રોકવા માટે 3 ચરણની યોજનાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.પહેલા ચરણમાં ઈઝરાયલે 1-2 સપ્તાહ માટે સૈન્ય કાર્યવાહી બંધ કરવાની રહેશે, જેથી હમાસ મહિલાઓ અને વૃદ્ધ સહિત 40 બંધકોને મુક્ત કરી શકે. બીજા ચરણમાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે બંધકોના મૃતદેહની આપલે કરવા માટેની સમજૂતી શામેલ છે. ત્રીજા ચરણમાં ઈઝરાયલે 6,000 પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કરવાના રહેશે. ત્યારપછી હમાસ  ઈઝરાયલના સૈનિક અને બંધકોને મુક્ત કરશે. ગયા સપ્તાહે હમાસે જણાવ્યું હતું કે, જ્યાં સુધી ઈઝરાયલ ગાઝામાં સૈન્ય કાર્યવાહી બંધ નહીં કરે ત્યાં સુધી પેલેસ્ટાઈનના કેદીઓની આપલે બાબતે વાતચીત નહીં કરે.

    ઈજિપ્તે ખાડી દેશ કતર સાથે મળીને આ પ્રસ્તાવ તૈયાર કર્યો છે અને ઈઝરાયલ, હમાસ, અમેરિકા તથા યૂરોપીય સરકાર સમક્ષ રજૂ કર્યો છે. ઈજિપ્ત અધિકારીએ જણાવ્યું તે અનુસાર, ‘ઈજિપ્ત અને કતર નિષ્ણાંતોના નેતૃત્ત્વમાં સરકાર ગઠન માટે હમાસ સહિત પેલેસ્ટાઈનના તમામ જૂથ સાથે કામ કરશે. સરકાર સંક્રમણ કાળ માટે ગાઝા અને વેસ્ટ બેન્ક પર હુકૂમત કરશે અને તે દરમિયાન પેલેસ્ટાઈન જૂથ મતભેદ દૂર કરવા અને રાષ્ટ્રપતિ સંસદીય ચૂંટણી કરાવવા માટેની રૂપરેખા પર સહમત થવા માટે કામ કરશે. ઈઝરાયલ અને હમાસ વ્યાપક સમજૂતી બાબતે વાતચીત કરશે.’

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply