સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પાકિસ્તાનના અબ્દુલ રહેમાન મક્કીને આંતરરાષ્ટ્રીય આતંકવાદી કર્યો જાહેર
Live TV
-
26/11 મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદનો સંબંધી છે મક્કી
પાકિસ્તાનના અબ્દુલ રહમાન મક્કીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધ સમિતીએ વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. ચીન તરફથી વીટો હટાવી લીધા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે લશ્કરના મક્કીને ISIL દાએશ અને અલ-કાયદા પ્રતિબંધ સમિતિએ વૈશ્વિક આતંકવાદીની યાદીમાં મુક્યો છે. જે સમિતિએ મક્કીને પ્રતિબંધિત કર્યો છે તેને UNSC 1267 સમિતી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે લશ્કર-એ-તૈયબા-એલઇટીના નેતાને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના ભારતના પ્રયત્નમાં ગતવર્ષે ચીને વાંધો ઉઠાવ્યો હતો. ચીનના આ પ્રયાસ બાદ ભારતે ચીનના વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
