Skip to main content
Settings Settings for Dark

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કંબોડિયાના બે દિવસના પ્રવાસે

Live TV

X
  • સંરક્ષણમંત્રી રાજનાથસિંહ કંબોડિયાના બે-દિવસીય પ્રવાસે છે. તે દરમિયાન તેઓ આશિયાન સંરક્ષણમંત્રીઓની બેઠક એમ.બી.એમ. પ્લસ અને ભારત-આશિયાન સંરક્ષણમંત્રીઓની બેઠક માં ભાગ લેશે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં આજે પ્રથમ ભારત-આશિયાન સંરક્ષણમંત્રીઓની બેઠક થશે. આવતીકાલે આશિયાન દેશોના સંરક્ષણમંત્રીઓને તેઓ સંબોધન કરશે. સંરક્ષણમંત્રી કંબોડિયાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરશે. ADMM પ્લસ અને ભારત આશિયાન સંરક્ષણમંત્રીઓની બેઠક ઉપરાંત સંરક્ષણમંત્રી ભાગલેનાર દેશોના સંરક્ષણમંત્રીઓ સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ કરશે. ચર્ચા દરમિયાન રાજનાથસિંહ સંરક્ષણ બાબતો અને પારસ્પરિક રૂપથી  લાભપ્રદ સંબંધોને વધુ મજબુત કરવાના મુદે ચર્ચા કરશે. ભારત આશિયાન સંબંધોના 30 વર્ષના ઉપલક્ષમાં ભારત અને કંબોડિયા પ્રથમ આશિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કમ્બોડિયાના ઉપપ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply