ચીનમાં આગની મોટી દુર્ઘટના સર્જાઈ
Live TV
-
ચીનની એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી અને જાનમાલનું મોટું નુકસાન થયું હતું. દેશના હેનાન પ્રાંતમાં આવેલી એક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. એક રિપોર્ટ અનુસાર, ફેક્ટરીમાં સોમવારે સવારે 4.22 વાગ્યે (ચાઈનીઝ સમય મુજબ) આગ લાગી હતી અને થોડી જ વારમાં આખી ફેક્ટરી સળગવા લાગી હતી. અકસ્માતથી કારખાનામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક અહેવાલ અનુસાર, આ અકસ્માતમાં 38 લોકોના મોત થયા છે અને 2 લોકો ઘાયલ થયા છે. આ સાથે આ દુર્ઘટનામાં કેટલાક લોકો ગુમ પણ થયા હતા.
આગ લાગવાનું કારણ સત્તાવાર રીતે જાહેર થયું નથી. પરંતુ સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આગનું કારણ ફેક્ટરીમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે. જો કે, આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિષે ચીનની સરકારે હજુ સુધી કોઈ પણ જાહેરાત કરી નથી.
