Skip to main content
Settings Settings for Dark

ભારત અને કંબોડિયા દ્વારા સંયુક્ત ઉપક્રમે આજે ભારત-આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠક યોજાઈ

Live TV

X
  • ભારત અને કંબોડિયા દ્વારા સંયુક્ત ઉપક્રમે  ભારત-આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. કંબોડિયાના સીમ રીપ ખાતે યોજાએલી આ બેઠકની સહ અધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કરી હતી. બેઠક દરમિયાન, ભારત-આસિયાન ભાગીદારીને વેગ આપવા માટે વિવિધ યોજનાઓની ચર્ચા થઇ હતી. રાજનાથસિંહ કંબોડિયાની બે દિવસીય સત્તાવાર મુલાકાતે છે. તેમણે સીમ રીપ ખાતે ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણમંત્રી રિચાર્ડ માર્લ્સ સાથે વાતચીત કરી હતી. બંને પક્ષોએ સંરક્ષણ સંબંધોને વધારવા અને બંને દેશો વચ્ચેના સહયોગને ગાઢ બનાવવા પર ચર્ચા કરી હતી. સિંહે અમેરિકાના સંરક્ષણમંત્રી લોયડ ઓસ્ટિન અને ન્યુઝીલેન્ડના સંરક્ષણમંત્રી પીની હેનારે સાથે પણ મુલાકાત કરી હતી. 

    આજે આશિયાન દેશોના રક્ષામંત્રીઓને સંબોધન કરશે. આ દરમિયાન રક્ષામંત્રી રક્ષાસંબંધી બાબતો અને પરસ્પર લાભ થાય તેવી બાબતો પર ચર્ચા કરશે. કંબોડિયાના પ્રધાનમંત્રી સાથે પણ મુલાકાત કરશે. કંબોડિયા ઓડીએમએમ પ્લાસની 9મી વાર્ષિક બેઠકની અધ્યક્ષતા કરી રહ્યું છે. ભારત આ બેઠકમાં સહઅધ્યક્ષ તરીકે પણ જોડાયેલ છે. ભારત 1992 માં આશિયાન સમુહમાં જોડાયું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply