ઈન્ડોનેશીયામાં આવેલા ભયાનક ભૂકંપમાં મૃત્યુ આંક 268 પર પહોંચ્યો
Live TV
-
ઈન્ડોનેશીયામાં આવેલા ભયાનક ભૂકંપમાં મૃત્યુ આંક 268 પર પહોંચ્યો છે. આધિકારીઓના જણાવ્યા મુજબ આમાં 1 હજાર કરતાં વધારે લોકો ઘાયલ થયા છે. એનડીઆરએફના જણાવ્યા મુજબ હજુ પણ 151 લોકો લાપતા છે. તેઓની શોધખોળ ચાલુ છે તથા 22 હજાર જેટલાં મકાનોને નુકશાન થયું છે. અમેરિકાના ભૂવિજ્ઞાનીઓના કહેવા અનુંસાર 5.6 ની તિવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ પશ્ચિમી જાવાના શ્યાન્જુ શહેરમાં 10 કિલોમીટર જમીનની અંદર હતું. ભૂકંપ પ્રભાવિત ક્ષેત્ર વધુ વસ્તી ગીચતા ધરાવે છે અને ત્યાંની જમીન પણ ભૂકંપની આશંકા પણ વધારે રહેલી છે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ ભૂકંપ પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી અને લોકોને તમામ મદદ પહોંચાડવાની ખાતરી આપી હતી.
