સીઆરા વાવાઝોડાને લીધે યુરોપમાં કહેર
Live TV
-
બ્રિટનમાં સિઆરા વાવાઝોડાના કારણે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયો હતો. વાવાઝોડાની સ્પીડ 156 કિમી પ્રતિ કલાકની છે. તેના કારણે બ્રિટનના ઘણા વિસ્તારો પૂરની ચપેટમાં છે. છેલ્લા 24 કલાકમાં દોઢ મહિનામાં પડે તેટલો વરસાદ પડ્યો છે.
બ્રિટનમાં સિઆરા વાવાઝોડાના કારણે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયો હતો. વાવાઝોડાની સ્પીડ 156 કિમી પ્રતિ કલાકની છે. તેના કારણે બ્રિટનના ઘણા વિસ્તારો પૂરની ચપેટમાં છે. છેલ્લા 24 કલાકમાં દોઢ મહિનામાં પડે તેટલો વરસાદ પડ્યો છે. રવિવારે 62 હજાર ઘરોમાં વીજ પુરવઠો ઠપ્પ રહ્યો હતો. ખરાબ હવામાનના કારણે ફ્રાન્સ, બેલ્જિયમ, નેધરલેન્ડ , સ્વિત્ઝર્લેન્ડ અને જર્મનીમાં ઘણી ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી હતી.
હવામાન વિભાગે બ્રિટનમાં 140 સ્થળો પર ભારે વરસાદ અને પૂર અંગેની ચેતવણી જાહેર કરી હતી. માત્ર ઇંગ્લેન્ડમાં જ 100 વિસ્તારોમાં પૂરની ચેતવણી આપવામાં આવી હતી. અહીં યોર્કશાયર અને લિંકનશાયર વિસ્તાર સૌથી વધારે પૂરથી પ્રભાવિત છે. બીજી તરફ સ્કોટલેન્ડમાં 37 અને વેલ્સમાં 6 સ્થળો પર પૂરની ચેતવણી આપવામાં આવી હતી.