Skip to main content
Settings Settings for Dark

WHO આયોજિત વિશ્વ સંશોધન ફોરમમાં કોરોના વાયરસને ડામવા ચિંતન

Live TV

X
  • કોરોના વાયરસના કહેરને કારણે મૃત્યુઆંક 1110 પર પહોંચ્યો છે..ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થએ પણ કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરી છે..એવામાં સ્વિત્ઝર્લેન્ડના જીનીવામાં વિશ્વ આરોગ્ય સંગઠને કોરોના વિરૂદ્ધ વૈશ્વિક કાર્યવાહી અંતર્ગત બે દિવસીય આંતરરાષ્ટ્રીય અનુસંધાન અને નવીનતા મંચનો પ્રારંભ કર્યો.

    કોરોના વાયરસના કહેરને કારણે મૃત્યુઆંક 1110 પર પહોંચ્યો છે..ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થએ પણ કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરી છે..એવામાં સ્વિત્ઝર્લેન્ડના જીનીવામાં વિશ્વ આરોગ્ય સંગઠને કોરોના વિરૂદ્ધ વૈશ્વિક કાર્યવાહી અંતર્ગત બે દિવસીય આંતરરાષ્ટ્રીય અનુસંધાન અને નવીનતા મંચનો પ્રારંભ કર્યો..વિશ્વ આરોગ્ય સંગઠન અને ગ્લોબલ રિસર્ચ કોલેબોરેશન ફોર ઇન્ફેક્શન ડીસઝ દ્વારા સંયુક્ત ઉપક્રમે આયોજિત તેમજ બિલ એન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના અનુદાન થકી આ મંચની શરૂઆત કરવામાં આવી હતી..આ મંચ હેઠળ વિશ્વભરમાંથી વાયરસના રોગોના જાણકારો અને વૈજ્ઞાનિકો સહિત કુલ 400થી વધુ લોકો સામેલ થયા..જેમાં કોરોના વાયરસ સામે કેવી રીતે લડવુ અને કોરોના વાયરસને ડામવા શું કરી શકાય તે વિષય પર તજજ્ઞોએ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ..આ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યુ કે આ ફોરમ કોરોના વાયરસની પદ્ધતિ, તેનો ઉદભવ, તેના ફેલાવાના કારણોની તપાસ, તેની સારવાર, ચેપ સામે નિયંત્રણ તેમજ કોરોના વાયરસની દવાના સંશોધન વિશે જરૂરી પગલા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
apply