Skip to main content
Settings Settings for Dark

હોંગકોંગમાં વિવાદાસ્પદ પ્રત્યર્પણ બિલ સમાપ્ત

Live TV

X
  • હોંગકોંગમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં હોંગકોંગના નેતા કૈરી લેમ એ ઘોષણા કરી છે કે અત્યધિક વિવાદાસ્પદ પ્રત્યર્પણ બિલ જેના કારણે ઘણાં મોટા વિરોધ પ્રદર્શનો થયા છે, તેને સમાપ્ત કરવામાં આવી રહ્યું છે.

    પ્રદર્શનકારીઓની માગ વચ્ચે આ બિલ પ્રભાવી રીતે પરત ખેંચી લેવામાં આવ્યું છે. તો હોંગકોંગમાં થઈ રહેલા ચીન વિરોધી પ્રદર્શનો વચ્ચે ચીને અમેરિકા સામે કૂટનૈતિક વિરોધ વ્યક્ત કર્યો છે..આ વિરોધના કારણે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ અને વિદેશ મંત્રી માઈક પોમ્પિયોની વોશિંગટનમાં હોંગકોંગના એક મીડિયા પબ્લિશર સાથે મુલાકાત થઈ છે.

    સમાચાર છે કે આ મુલાકાતમાં હોંગકોંગમાં થઈ રહેલા ચીન વિરોધી પ્રદર્શનો પર પણ વાતચીત થઈ છે. પ્રત્યર્પણ કાયદાને લઈને વિરોધ પ્રદર્શન એટલા માટે થઈ રહ્યા હતા, કારણ કે આ કાયદા હેઠળ રાજકીય વિરોધીઓની ધરપકડ કરી તેમને ચીન લઈને જઈને કેસ ચલાવવાની જોગવાઈ હતી. તમને જણાવી દઈએ કે હોંગકોંગ પહેલા બ્રિટિશ કોલોની હતી પરંતુ 1997 પછી અમુક સ્વાયત્તતા પછી તેના પર ચીનનું શાસન છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply