41મા આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં 'MSME પેવેલિયન'નું ઉદ્ઘાટન
Live TV
-
MSME એટલે માઈક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝીસ એટલે કે નાના કે મધ્યમ પાયાનો વ્યવસાય
નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ચાલી રહેલા 41મા આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં આજે, 15 નવેમ્બર (મંગળવારે) 'MSME પેવેલિયન'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય MSME મંત્રી નારાયણ રાણેએ ટ્રેડ ફેર (IITF) ખાતે 'MSME પેવેલિયન'નું ઉદ્ઘાટન કર્યું. 14 દિવસીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળો-2022માં દેશભરમાંથી 2,000થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ જણાવ્યું હતું કે, 'આ મેળો MSME ઉદ્યોગસાહસિકો, ખાસ કરીને મહિલાઓ, SC/ST અને મહત્વાકાંક્ષી જિલ્લા ઉદ્યોગસાહસિકો માટે તેમના કૌશલ્યો અથવા ઉત્પાદનોનું પ્રદર્શન કરવા અને વિકાસની નવી તકો ઉભી કરવા તેમજ આત્મનિર્ભર બનવાની તક છે. આ મેળો લોકોને નવી તકો પૂરી પાડશે.'
શું છે MSME
MSME એટલે માઈક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝીસ એટલે કે નાના કે મધ્યમ પાયાનો વ્યવસાય. ભારતના સામાજિક-આર્થિક વિકાસમાં MSME ક્ષેત્રનું મહત્ત્વનું યોગદાન છે, તેથી તેને ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ પણ કહેવામાં આવે છે.
MSME સેક્ટર ગ્રામીણ વિસ્તારોથી શહેરી વિસ્તારો સુધી રોજગારીની તકોનું સર્જન કરે છે.MSME પેવેલિયનની વિશેષતા
કુલ 205 MSME પ્રદર્શકો, 26 ક્ષેત્રોમાં તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કરી રહ્યા છે. MSME પેવેલિયન મુખ્યત્વે કાપડ, ખોરાક, ધાતુશાસ્ત્ર, સુગંધ, પગરખાં, રમકડાં, રસાયણો, ઇલેક્ટ્રિકલ, ચામડું, પ્લાસ્ટિક, રબર, જેમ્સ અને જ્વેલરી જેવા ઉત્પાદનોનું પ્રદર્શન કરે છે. આ વર્ષના આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં MSME પેવેલિયનમાં મહિલાઓની આગેવાની હેઠળના સાહસોની 74 ટકા ભાગીદારી જોવા મળી હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ છે.
આંતરરાષ્ટ્રીય વેપાર મેળો 2022 14 થી 27 નવેમ્બર 2022 દરમિયાન યોજવામાં આવી રહ્યો છે. આ વર્ષે વેપાર મેળાની થીમ "વોકલ ફોર લોકલ, લોકલ ટુ ગ્લોબલ" છે. સામાન્ય લોકો 19 નવેમ્બરથી 27 નવેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય વેપાર મેળો જોવા માટે આવી શકે છે. આ 14 દિવસીય મેળામાં દેશભરમાંથી 2,000 થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. 41મા આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં બિહાર 'પાર્ટનર સ્ટેટ' છે, જ્યારે ઉત્તર પ્રદેશ અને ઝારખંડ 'ફોકસ સ્ટેટ્સ' છે.
