Skip to main content
Settings Settings for Dark

G-20 દેશોના સંગઠનનુ પ્રમુખપદ વિધિવત રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સોંપવામાં આવ્યું

Live TV

X
  • ભારતને G - 20 દેશોના સંગઠનનું પ્રમુખપદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સોંપવામાં આવ્યું છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ પ્રતિકાત્મક રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને G-20 નું પ્રમુખપદ સોંપ્યું હતું. આજે બાલીમાં G- 20 પરિષદના સમાપન સત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ બાબત દરેક ભારતીય માટે ગર્વની વાત છે કારણ કે ભારત G- 20 નું પ્રમુખપદ આગામી વર્ષે માટે સંભાળશે. તેમણે કહ્યું કે ભારત વિવિધ રાજ્યો અને શહેરોમાં G- 20 બેઠકોનું આયોજન કરશે અને G- 20 સંગઠનને વૈશ્વિક પરિવર્તન માટે પ્રેરક બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે ભારતનું G- 20 નું પ્રમુખપદ સર્વ સમાવિષ્ટ, મહત્વાકાંક્ષી, નિર્ણાયક અને ક્રિયાલક્ષી હશે. તેમણે ઉમેર્યું કે આગામી એક વર્ષમાં, ભારતનો પ્રયાસ રહેશે કે G- 20 સામૂહિક પગલાંને વેગ આપવા વૈશ્વિક અગ્રણી બની રહેશે. તેમણે ભાર મૂક્યો કે G- 20 એજન્ડામાં મહિલાઓના નેતૃત્વમાં વિકાસને પ્રાથમિકતા આપવી જોઈએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply