Skip to main content
Settings Settings for Dark

US, રશિયા, ફ્રાંસ સહિત વિશ્વભરમાં પુલવામા આતંકી હુમલાની નિંદા 

Live TV

X
  • સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે પુલવામા આતંકી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે અને દોષીઓને સજા આપવાનું પણ આહ્વાહન કર્યું છે. અમેરિકા, રશિયા અને ફ્રાંસ, ભારતના પાડોશી દેશો સહિત વિશ્વભરના દેશોએ આ આતંકી હુમલાની નિંદા કરી છે. પાડોશી દેશ નેપાળ, શ્રીલંકા, ભૂતાન અને માલદીવે પણ આ મામલે સંવેદના વ્યક્ત કરી છે. 

    અમેરિકાએ આતંકીઓની આ હરકતને કાયરપણનું કહ્યું છે. ભારતમાં અમેરિકી રાજદૂત કેન જસ્ટરે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં થયેલા હુમલાની અમેરિકા નિંદા કરે છે. અમેરિકી વિદેશ મંત્રાલયે પણ કહ્યું હતું કે, આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે. 

    અમેરિકાએ અન્ય દેશોને અપીલ કરી છે કે, સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ પ્રમાણે આતંકીઓને શરણ આપનારના વિરુદ્ધની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે. 

    ભૂતાને કહ્યું છે કે, આ પ્રકારની અમાનવીય અને કાયરતાપૂર્ણ હરકતની ભૂતાન નિંદા કરે છે. શ્રીલંકાના પીએમ રાનિલ વિક્રમસિંઘેએ પણ આ હુમલાની નિંદા કરતા કહ્યું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે અને પીડિત પરિવારોની સાથે અમારી સંવેદના છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2024 Max Temp : °C Min Temp : °C
apply