G-20 અધ્યક્ષતામાં ચેન્નાઇમાં એજ્યુકેશન વર્કિંગ ગ્રુપના સેમિનારનું આયોજન
Live TV
-
ભારત હાલમાં જી-20નું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે. તે અરસામાં આર્થિક સમાવેશીકરણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પર્યાવરણ સહિતના મુદ્દે ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે. તે અનુસંધાનમાં આજે ચેન્નાઇમાં એજ્યુકેશન વર્કિંગ ગ્રુપના સેમિનારનું આયોજન થયું છે. શિક્ષણમાં ડિજિટલ ટેકનોલોજીની ભૂમિકા પર ભાર મુકાઇ રહ્યો છે.
જી-20 સમુહના 13 સભ્યદેશો અને અતિથી દેશોના પ્રતિનિધીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય સેમિનારનું યજમાનપદ સંભાળી રહ્યું છે. ચંડીગઢમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થા મુદ્દે ચાલી રહેલી બેઠકનો આજે બીજો દિવસ છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય માળખાને મજબૂત કરવાના હેતુસર આ બેઠક મળી છે.
