Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના સંબોધન સાથે સંસદના બજેટ સત્રનો આજથી આરંભ

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના સંબોધન સાથે સંસદના બજેટ સત્રનો આજથી આરંભ થયો છે. બજેટ સત્ર બે ભાગમાં મળશે. પ્રથમ ભાગનું સત્ર 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. 13 માર્ચથી 6 એપ્રિલ વચ્ચે બીજા ભાગના સત્રનું આયોજન થશે 66 દિવસમાં સંસદમાં 27 બેઠક મળશે. વર્તમાન સરકારનું આ અંતિમ પૂર્ણકક્ષાનું બજેટ છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના અભિભાષણ સાથે આજે બજેટ સત્રની શરૂઆત થઈ છે. રાષ્ટ્રપતિના સંબોધન પછી નાણામંત્રી નિર્મલા સીતારામન વર્તમાન નાણાકીય વર્ષનું આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. આવતીકાલે  તેઓ લોકસભામાં વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. પ્રક્રીયા મુજબ તે પછી રાજ્યસભામાં બજેટ રજૂ થશે.

    સંયુક્ત સત્રને સંબોધતાં રાષ્ટ્રપતિ  દ્રોપદી  મુર્મુએ જણાવ્યું હતું કે, દેશ આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ કરી ચુક્યો છે. આ કાળમાં કર્તવ્યની પરાકાષ્ટા સાથે દેશે આત્મનિર્ભર બનવાનું છે. સરકાર ગરીબીની સમસ્યાના સ્થાયી સમાધાન તેમજ ગરીબોના સ્થાયી  સશક્તીકરણ માટે પ્રયાસ કરી રહી છે. આતંકવાદ પર પ્રહારો કરીને સરકાર એલ એ સી અને એલ ઓ સી પર પણ મજબુત જવાબ આપી રહી છે.

     સંસદના બજેટ સત્રની શરૂઆત થાય તે પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મીડિયા વાતે વાતચીત કરી હતી. સંસદ પરિસરમાં તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિનું સંબોધન તે ભારતીય સંસદીય પ્રણાલીનું ગૌરવ છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ આજે સંસદમાં પહેલીવાર અભિભાષણ આપીરહ્યા છે.આજે નારી સન્માનનો અવસર છે. આદિવાસી પરંપાર સન્માનનો અવસર છે. તેમણે જણાવ્યું હતું કે બજેટ સામાન્ય માનવીની આકાંક્ષાઓની પુરતી કરશે. સંસદીય ચર્ચાથી અમૃત નિપજાવીશું તો દેશને કામ લાગશે.

    13 ફેબ્રુઆરી સુધી ચાલનારા સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ, બજેટ અને અન્ય મહત્વના મુદ્દે ચર્ચા થશે. 14 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી ગૃહમાં કાર્યવાહી નહીં થાય. આ દરમિયાન વિભાગીય સ્થાયી સમિતિઓ બજેટની માગોની સમીક્ષા કરીને વિભાગ અને મંત્રાલયોના અહેવાલ તૈયાર કરશે. બજેટ સત્ર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે વાતચીત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply