રાષ્ટ્રપતિ આવતીકાલે રાષ્ટ્રીય મહિલા આયોગના 31મા સ્થાપના દિવસના કાર્યક્રમને સંબોધિત કરશે
Live TV
-
31 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મહિલા આયોગનો 31મો સ્થાપના દિવસ છે. જે કાર્યક્રમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંબોધિત કરશે. સ્થાપના દિવસની ઉજવણી કરવા માટે રાષ્ટ્રીય મહિલા આયોગનું 2 દિવસીય કાર્યક્રમનું આયોજન છે. જેની થીમ 'સશક્ત નારી, સશક્ત ભારત' છે. જેનો ઉદ્દેશ્ય એવી મહિલાઓની સફળતાને ઓળખવાનો છે જેમણે તેમના જીવનની સફરમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે અને અમીટ છાપ છોડી છે. બીજા દિવસે પ્રતિષ્ઠિત મહિલાઓ સાથે પેનલ ચર્ચા યોજાશે જેમણે ઘણા લોકોને પ્રેરણા અને સશક્તીકરણનો માર્ગ બતાવ્યો છે. આ ચર્ચા દ્વારા કમિશનનો ઉદ્દેશ્ય એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે જ્યાં વિવિધ સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિની મહિલાઓની નિર્ણય લેવામાં, સમાનતા પર ધ્યાન કેન્દ્રિત કરીને વિવિધ વિચારોનું આદાનપ્રદાન કરવાનો છે.
રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના જાન્યુઆરી 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ, 1990 હેઠળ વૈધાનિક સંસ્થા તરીકે કરવામાં આવી હતી. તેની સ્થાપના મહિલાઓને અસર કરતી બાબતો પર ધ્યાન આપવા, મહિલાઓ માટે બંધારણીય અને કાનૂની સુરક્ષાની સમીક્ષા કરવા, સુધારાત્મક કાયદાકીય પગલાંની ભલામણ કરવા, ફરિયાદોનું નિરાકરણ અથવા સુવિધા આપવા અને સરકારને નીતિ અંગે સલાહ આપવા માટે કરવામાં આવી હતી.
