અમરનાથ યાત્રીઓનો પ્રથમ જથ્થો જમ્મુ બેઝ કેમ્પથી દર્શન કરવા માટે રવાના થયો
Live TV
-
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ આજે વહેલી સવારે જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી અમરનાથ યાત્રીઓની પ્રથમ બેચને લીલી ઝંડી આપી હતી. કડક સુરક્ષા અને સુરક્ષા દળોના કાફલા વચ્ચે, શ્રદ્ધાળુઓનો પ્રથમ ટુકડો કાશ્મીર ખીણમાંથી અમરનાથજીની પવિત્ર ગુફા માટે પૂરા ઉત્સાહમાં રવાના થયો હતો. સુરક્ષા વચ્ચે વાહનોના કાફલાને કાશ્મીર રવાના કરવામાં આવ્યો હતો. ભક્તો શનિવારે પરંપરાગત બાલતાલ અને પહેલગામ માર્ગે પવિત્ર ગુફા તરફ આગળ વધશે
યાત્રાના માર્ગો પર વિવિધ સ્થળોએ લંગરની વ્યવસ્થા કરવામાં આવી છે.. અમરનાથ યાત્રાળુઓ માટે જમ્મુમાં તત્કાલ નોંધણીની પ્રક્રિયા ગઇકાલથી શરૂ થઇ છે. નોંધાયેલા યાત્રાળુઓ માટે જમ્મુના શાલીમારમાં કેન્દ્ર તૈયાર કરાયું છે. સાધુઓ માટે પુરાની મંડી સ્થિત રામમંદિર પરિસરમાં વિશેષ શિબિર તૈયાર કરવામાં આવી છે. આ વર્ષે અમરનાથ યાત્રા બાસઠ દિવસની છે. આ યાત્રા 31 ઓગષ્ટે પૂર્ણ થશે
