Skip to main content
Settings Settings for Dark

મધ્યપ્રદેશ, ગુજરાત, અને બિહારમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી

Live TV

X
  • હવામાન વિભાગે કહ્યું કે દક્ષિણ-પશ્રિમ મોનસુન આગામી બે દિવસો દરમિયાન દેશના રાજસ્થાન-હરિયાણા અને પંજાબમાં આગળ વધશે. આગામી પાંચ દિવસ દરમિયાન કોંકણ-ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર હિમાલય, પશ્રિમ બંગાળ, કર્ણાટક, કેરળ, સિક્કિમ, આસામ, મેધાલય, અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

    જ્યારે મધ્યપ્રદેશ, ગુજરાત, અને બિહારમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સાવધાન રહેવા કહ્યું છે. રાજધાન નવીદિલ્હીમાં વરસાદનું જોર વધ્યું છે. એન.સી.આરના વિવિધ વિસ્તારોમાં આજ સવારથી ઝરમર વરસાદ શરૂ થયો છે. 

    ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સવારથી દિલ્હી-NCRમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે લઘુત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે હવામાન વિભાગે શહેરમાં 'ઓરેન્જ' એલર્ટ જાહેર કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply