Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ દિલ્હીના વિશ્વ વિદ્યાલયની શતાબ્દી વર્ષ સમારોહમાં ભાગ લીધો

Live TV

X
  • દિલ્હી યુનિવર્સિટી શતાબ્દી વર્ષ સમારોહ સમારંભના સમાપન કાર્યક્રમમાં પહોચવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી મેટ્રોનો ઉપયોગ કર્યો હતો.

    દિલ્હી યુનિવર્સિટી શતાબ્દી વર્ષ સમારોહ સમારંભના સમાપન કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હાલમાં આપણો સંકલ્પ 2047 સૂધીમાં વિકસીત ભારતનું નિર્માણ કરવાનો છે. ગત શતાબ્દીના ત્રીજા દાયકામાં સ્વતંત્રતા સંગ્રામને નવી ગતી આપી હતી. અને આ શતાબ્દીનો ત્રીજો દાયકો ભારતની વિકાસયાત્રીને નવી ગતી આપશે. આજે દેશમાં મોટી સંખ્યામાં યુનિવર્સિટી- કોલેજો બનાવવામાં આવી રહી છે. આ બધી સંસ્થાઓ ન્યુ ઇન્ડિયાના બિલ્ડીંગ બ્લોક બની રહ્યાં છે.

    પ્રધાનમંત્રીએ કહ્યું કે શિક્ષણ શિખવાડવાની જ પ્રક્રિયા નથી, પણ તે શિખવાની પણ પ્રક્રિયા છે. આપણે એ વાત પર ફોકસ કર્યું છે કે વિદ્યાર્થીઓ શું શિખવા માંગે છે. બધાના સંયુક્ત પ્રયત્નથી નવી રાષ્ટ્રીય શિક્ષણનિતી તૈયાર થઇ છે. હવે વિદ્યાર્થીઓેને સુવિધા મળી છે કે તે પોતાની પસંદગીના વિષયોની પસંદગી કરી શકે છે. પ્રધાનમંત્રીએ કાર્યક્રમની શરૂઆતમાં ગ્લોરીયસ મોમેન્ટ સેન્ચુરી સેરિમની અને દિલ્હી યુનિવર્સિટીના 100 વર્ષ એમ બે પુસ્તકોનું અનાવરણ કર્યું હતું.

    પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજનો અવસર ખાસ છે કેમ કે ડીયુએ એવા સમયે 100 વર્ષ પૂર્ણ કર્યા છે, જ્યારે દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ભારત દુનિયાની ટોચની પાંચ અર્થવ્યવસ્થામાં સામેલ છે. દેશમાં જેન્ડર રેશીયોમાં ઘણો સુધારો થયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે શિક્ષણ સંસ્થાના મૂળો જેટલા ઉંડા તેટલી દેશની  શાખાઓ ઉચાઇને સ્પર્શે છે. દિલ્હી યુનિવર્સિટી શતાબ્દી વર્ષ સમારોહ સમારંભના સમાપન કાર્યક્રમમાં પહોચવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી મેટ્રોનો ઉપયોગ કર્યો હતો. આ સમયે ઓફિસનો પીક ટાઇમ હોવાથી લોકોને મુશ્કેલી ન પડે તે રીતે પ્રોટોકોલનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.

    પ્રધાનમંત્રીએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતા સમયે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને તેમના વિચારો જાણીને તેમની સાથે વિચારવિમર્શ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સમયે તેમને કેટલીક વિગતો અને કેટલીક આશ્ચર્ય પમાડે તેવી રોચક વાતો જાણવા મળી હતી. પ્રધાનમંત્રીએ દિલ્હી યુનિવર્સિટી પહોચીને પ્રદર્શન નિહાળ્યું હતું. આ સમયે તેમની સાથે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર યોગેશસિંહ તેમની સાથે રહ્યાં હતા. તેઓએ વિદ્યાર્થીઓ સાથે વિચારવિમર્શ કર્યો હતો.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply