અમિત શાહની ઉપસ્થિતિમાં યોગી આદિત્યનાથે ગોરખપુર-શહેર સીટ પરથી ઉમેદવારી પત્ર ભર્યુ
Live TV
-
ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં થઈ રહ્યો છે. તમામ પાર્ટીઓએ મતદારોને આકર્ષવા માટે એડીચોડીનું જોર લગાવ્યુ છે. આજે ગોરખપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી રેલીને સંબોધી હતી. રેલીને સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું હતુ કે, ભાજપના નેતૃત્વમાં ઉત્તરપ્રદેશનો વિકાસ થયો છે. માફિયારાજ સમાપ્ત થયું છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં ધરખમ ફેરફાર જોવા મળી રહ્યો છે.
અમિત શાહે કહ્યુ કે, અમે યુપીમાં 300થી વધુ બેઠકો પર ભાજપનો વિજયનો લક્ષ્યાંક રાખ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યુપીમાં અનેક વિકાસ યોજનાઓ લાગુ થઈ છે.
રેલીના સંમાપન બાદ ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગોરખપુર-શહેર સીટ પરથી ઉમેદવારી પત્ર ભર્યુ છે. આજે યોગી આદિત્યનાથે જનસભાને સંબોધતાં જણાવ્યુ હતુ કે, ભાજપની ડબલ એન્જિનવાળી સરકારે યુપીમાં પ્રત્યેક્ષ ક્ષેત્રમાં જનઅપેક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે કામ કર્યુ છે.
