Skip to main content
Settings Settings for Dark

અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસની ઈન્ડિયન ડેરી એસોસીએશનના ચેરમેન તરીકે વરણી

Live TV

X
  • અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસની ઈન્ડિયન ડેરી એસોસીએશનના ચેરમેન તરીકે વરણી થઈ છે. અમિત વ્યાસને ૩૧ વર્ષથી વધુનો બહોળો અનભુવ ધરાવે છે, 30 વર્ષથી ડેરી ઉદ્યોગમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. તેઓએ ડૉ. વર્ગીસ કુરિયન સાથે કામ કર્યું છે, અને ડેરી ઉદ્યોગને વિવિધ ક્ષમતાઓ પર સમર્પિતપણે સેવાઓ કરી હતી. 

    પિતાના માર્ગદર્શન થકી તેઓ ઈન્સ્ટ્રુમેન્ટેશનમાં એન્જિનિયરિંગમાં સ્નાતક થાય પછી, તેમણે ઇન્ડસ્ટટયુટ ઑફ રૂરલ મેનેજમેન્ટ (IRMA)માથી એડવાન્સ પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં વિશેષતા પ્રાપ્ત કરી. તેમણે કેમિકલ ફેક્ટરીમાં પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે કારકિર્દી શરૂ કરી. તમને અમૂલ ડેરીમાં ડિજિટલાઇજેશન, ડેરી પ્લાન્ટ ઓટોમાઇજેશન, ઇન્સ્ટ્રુમેન્ટલ કન્ટ્રોલ અને સસ્ટેનીબિલિટીનું સફળ નેતૃત્વ કર્યું છે. તેઓને રાજ્યકક્ષા અને રાષ્ટ્રીયકક્ષાએ વિવિધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. દૂધાળા પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે પશુ સંવર્ધન ક્ષેત્રે તેમજ પશુ પોષણ ક્ષેત્રે વિવિધ ટેક્નોલોજી નો સમન્વય કરી મોટા પાયે સેક્સ સીમેન, એમ્બ્રિઓ ટ્રાન્સફર તેમજ ટોટલ મિક્સ રાશન જેવી પધ્ધતિઓનું સફળ અમલીકરણ દૂધ મંડળીઓમાં કરેલ છે.  
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply