કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Live TV
-
કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે કોંગ્રેસની ભારત જોડો યાત્રાની નિંદા કરી છે. તેમણે કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ચીન, કોરિયા, જાપાન જેવા દેશોમાં કોરોનાના લાખો કેસ નોંધાઈ રહ્યા છે, હોસ્પિટલો બહાર લાંબી કતારો લાગી છે. છતાં રાહુલ ગાંધી માટે દેશની સુરક્ષા નહીં, દેશ-હિત નહીં પરંતુ પરિવાર હિત પહેલા છે. જે લોકો દેશનું નામ નિશાન હટાવવાનું વિચારતા હોય તેઓ ભારત જોડવાની વાત કઈ રીતે કરી શકે છે? જેમની યાત્રા નફરતનું બીજ રોપનારા હોય તેઓ પ્રેમની દુકાન ખોલવાની વાત કેવી રીતે કરી શકે છે?
આવી રીતે અનુરાગસિંહ ઠાકુરે કોંગ્રેસ વિરુદ્ધ કટાક્ષ કર્યો હતો.
