Skip to main content
Settings Settings for Dark

અમ્ફન ત્રાટકવાની પ્રક્રિયા શરૂ: 50 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

Live TV

X
  • અમ્પન વાવાઝોડું ઓડિશાના દરિયાઈ વિસ્તારની નજીક પહોંચી ગયું છે. જેના પગલે કેટલાક વિસ્તારમાં વરસાદનું આગમન થઈ ગયું છે. આજે બપોરે અથવા તો સાંજે વાવાઝોડુ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા વચ્ચે ટકરાવાની શક્યતા છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે તેજ હવાની સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હવાની ગતિ 155થી 165 ની આસપાસ રહેવાની આગાહી પણ કરવામાં આવી છે. જે વ્ચે ક્યારેક 180ની કિમીની પ્રતિકલાક સુધી પણ જઈ શકે છે. તેજ પવનને કારણે અનેક વિસ્તારમાં મોટાપાયે નુકસાનીની આશંકા સેવાઈ રહી છે. જોકે કેન્દ્ર સરકાર રાજ્યો સરકાર સાથે મળીને આવનારા આ તોફાનનો સામનો કરવાની તમામ તૈયારીઓ કરી લીધી છે. આ  મામલે ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઓડિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે ફોન પર વાતચીત કરી હતી અને તમામ સંભવ મદદ આપવાની ખાતરી આપી હતી. અત્યાર સુધી આ વિસ્તારમાં 50 લાખથી વધું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply