Skip to main content
Settings Settings for Dark

રેલ યાત્રીઓ માટે રાહતના સમાચાર, એક જુનથી દરરોજ 200 ટ્રેન દોડાવાશે

Live TV

X
  • રેલવે મંત્રાલયે કરી જાહેરાત, જલદી શરૂ થશે ઓનલાઈન બુકિંગ, શ્રમિક એક્સપ્રેસ ઉપરાંત અન્ય ટ્રોનો પણ શરૂ કરાશે

    દેશભરમાં 1 જૂનથી 200 ટ્રેનો નિર્ધારિત ટાઈમ ટેબલ પ્રમાણે દોડાવવામાં આવશે. આ તમામ નોન એસી ટ્રેનો હશે અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ ટ્રેનો જે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડી રહી છે તે ઉપરાંત દોડશે. રેલવે મંત્રાલય દ્વારા કહેવાયું છે કે 1 જૂનથી દોડનારી આ ટ્રેનો માટે જલદી ટાઈમ ટેબલ બહાર પાડવામાં આવશે અને તેના રૂટ પણ જણાવાશે.  આ ટ્રેનો માટે ઓનલાઈન બુકિંગ પણ થઈ શકશે. હાલ રેલવે સ્ટેશનો પર બુકિંગ કાઉન્ટર ખુલશે નહીં. આ પગલાંને તમે ટ્રેનોની અવરજવરની દિશામાં રેલવેનો મહત્વપૂર્ણ પગલું કહી શકો છો કારણ કે રેલવે મંત્રાલયે જે જાણકારી આપી છે તે મુજબ આ ટ્રેનોના દોડશે તે ઉપરાંત શ્રમિક સ્પેશિયલ ટ્રેનો તો દોડશે જ અને જે વર્તમાનમાં વ્યવસ્થા કરાઈ છે કે સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ રહી છે તે પણ દોડશે.  
    આ બધા વચ્ચે રેલવે મંત્રી પીયૂષ ગોયલે તમામ રાજ્ય સરાકરોને અપીલ કરી છે કે તેઓ માઈગ્રન્ટ વર્ક્સ કે જેઓ પગપાળા જઈ રહ્યાં છે તેમની વ્યવસ્થા કરીને આસપાસની મેઈન લાઈનના નજીકના રેલવે સ્ટેશન સુધી પહોંચાડે જેથી કરીને તેઓ ટ્રેનો દ્વારા પોતાના વતન જઈ શકે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply