અશોક ગેહલોતની સરકાર પર સંકટ યથાવત, આજે ધારાસભ્ય દળની ફરીવાર બેઠક
Live TV
-
કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં ગહેલોતના સમર્થનમાં પ્રસ્તાવ કર્યો મંજૂર
રાજસ્થાનમાં રાજકીય ગરમાવો યથાવત છે.મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે 10 વાગે ફરી ધારાસભ્યોની બેઠક બોલાવી છે જેમાં સચિન પાઇલોટ સહિત નારાજ ચાલી રહેલા ધારાસભ્યોને હાજર રહેવા આમંત્રણ આપ્યું છે. ગઇકાલે મુખ્યમંત્રી અશોક ગેહલોતે ધારાસભ્યોની એક બેઠક બોલાવી હતી. અને બેઠક બાદ હાજર ધારાસભ્યોને એક રીસોર્ટમાં મોકલી આપ્યાં છે.
દરમિયાન ભાજપે આ સમગ્ર ધટનાક્રમને કોંગ્રેસનો આંતરીક મામલો ગણાવ્યો છે. જયપુરમાં ચાલી રહેલ હાઇવોલ્ટેજ ડ્રામાનો ઉકેલ હજુ આવ્યો નથી. આજે સવારે 10 વાગે યોજાનાર બેઠક ઉપર સૌની નજર મંડાઇ છે. દરમિયાન કોંગ્રેસે સચિન પાયલોટ સહિત નારાજ ધારાસભ્યો માટે દરવાજા ખુલ્લા હોવાની જાહેરાત કરી છે.
સચિન પાઇલોટ ગઇકાલે દિલ્હીમાં જ રહ્યાં હતાં. ગઇકાલે મુખ્યમંત્રી અશોક ગેહલોતના નિવાસ સ્થાને ધારાસભ્યોની બેઠક યોજાઇ હતી અને એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો અને મિડિયા સામે પરેડ થઇ હતી પરંતુ લેખીતમાં સમર્થન અંગે કશું બતાવવામાં નથી આવ્યું.
