ભારત અને ચીન વચ્ચે લેફ્ટનન્ટ જનરલ સ્તરની આજે ચોથી બેઠક
Live TV
-
રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ અને ચીનના વિદેશમંત્રીની વાતચીત પછી સીમા પરના તણાવમાં આવી રહ્યો છે ઘટાડો
ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ઘટતો નજર આવી રહયો છે. દરમિયાન બન્ને દેશોની સેના વચ્ચે આજે લેફટનન્ટ જનરલ સ્તરની ચોથી બેઠક ચુશુલમાં મળી રહી છે. જે પૂર્વી લદાખમાં વાસ્તવીક નિયંત્રણ રેખા ના ભારતીય હિસ્સામાં યોજાશે. આ બેઠકમાં બન્ને દેશના સૈન્ય અધિકારીઓ વચ્ચે ઉચાઇ વાળા ક્ષેત્રમાં શાંતી અને અમનને રોડમેપ આપવા ની કોશીશ થશે.
ગતદિવસોમાં ચીનની પીપલ્સ લીબરેશન આર્મીને ગોગરા હોટસ્પ્રીંગ અને ગલવાન ધાટીથી પોતાના સૈનીકો ને પરત બોલાવ્યા છે. આ ઉપરાંત પેંગોગ શો ક્ષેત્રમાં ફીંગર ફોરમાં સૈનીકોની હાજરી ધટી રહયાંના સમાચાર છે. આ બેઠક એટલા માટે મહત્વની માનવામાં આવે છે કેમકે ત્રીજી બેઠકમાં જે વાતચીત થઇ હતી તે ગ્રાઉન્ડ ઉપર પ્રગતિ જોવા મળી રહી છે.
ભારત 15 અને16 જુન પહેલા જે સ્થીતી હતી તે દિશાનું નિર્માણ કરવા પ્રયત્નશીલ છે તેના ભાગરૂપે અજીત ડોભાલ અને ચીની વિદેશમંત્રી વચ્ચે વિડિયો કોન્ફરન્સથી વાતચીત થઇ હતી ત્યાર બાદ સ્થીતિ સુધરવાની શરૂ થઇ હતીં હવે જોવાનું એ રહે છે કે LAC થી બે થી આઠ કિલોમીટરના અંતરમાં બન્ને દેશ કેટલા કિલોમીટર બફર જોન ઉભું કરવામાં સફળ રહે છે. આ કોર કમાન્ડર સ્તરની બેઠકમાં બન્ને દેશને શાંતી માટે માટી આશા છે.
