આસામમાં છેલ્લા 24 કલાકમાં પૂરની સ્થિતિ જોખમ કારક બની, મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર
Live TV
-
આસામમાં છેલ્લા 24 કલાકમાં પુરની સ્થિતિ જોખમ કારક બની છે. જેના કારણે 6 લોકોના મોત થતાં મરનારની સંખ્યા 50 થઇ છે. સતત વરસાદના કારણે બ્રમ્હપુત્રા નદી જોરહાટ, તેજપુર, ગોવાહાટી, અને ઢુબરીમાં ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. સાથે તેની સહાયક નદી પણ જોખમકારક રીતે વહી રહી છે.
રાજયમાં 31લાખ 63 હજાર થી વધુ લોકો પુરથી પ્રભાવીત થયા છે. રાજયમાં 33 માંથી 27 જિલ્લા પુરથી પ્રભાવીત છે અને 2700થી વધુ ગામમાં પાણી ભરાયું છે. 480 રાહત શીબીરમાં 60 હજારથી વધુ લોકોએ શરણ લીધુ છે. રાજયમાં રાહત અને બચાવ કામગીરી ઝડપથી ચાલી રહયું છે.
છેલ્લા 24 કલાકમાં એનડીઆરએફ અને એલડીઆરએફ દ્વારા 19 હજાર 500 થી વધુ લોકોને સુરક્ષીત જગ્યાએ પહોચાડયાં છે. વિશ્વ પ્રસિધ્ધ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન પુરથી અતી પ્રભાવીત બન્યું છે. અને તેનો 95ટકા ભાગ જળમગ્ન છે. વન વિભાગ અનુસાર 47 જાનવરોના મોત થયા છે. અને 70 જાનવરોને બચાવી લેવાયા છે. આ પુરથી એકલાખ હેકટરથી વધુ જમીનને પુરથી ભારે નુકશાન થયું છે.હવામાન વિભાગે આગામી 48 કલાકમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.
