ધો.12નું CBSEનું પરિણામ જાહેર, 13.24 ટકા વિદ્યાર્થીઓએ 90% થી વધારે માર્ક્સ મેળવ્યા
Live TV
-
કેન્દ્રીય માનવ સંસાધન મંત્રીએ ટ્વીટ કરી વિદ્યાર્થીઓને આપ્યા અભિનંદન
સીબીએસઈ ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. માનવ સંસાધન વિકાસ મંત્રી ડોક્ટર રમેશ પોખરિયાલ 'નિશંકે' પરીક્ષા પરિણામોની જાહેરાત કરતાં તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.
તેમણે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓનું સારૂં આરોગ્ય અને ગુણવત્તાયુક્ત શિક્ષણ જ સરકારની પ્રાથમિક્તા છે. વર્ષ 2020માં 12 લાખ 3 હજાર 595 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 11 લાખ 52 હજાર 961 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
કુલ 10 લાખ 59 હજાર 80 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં પાસ થયાં છે. જાહેર થયેલા પરિણામોમાં 13.24 ટકા વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધારે માર્ક્સ મેળવ્યાં છે. જ્યારે 3.24 ટકા વિદ્યાર્થીઓએ 95 ટકાથી વધારે માર્ક્સ મેળવ્યાં છે. જે ગત વર્ષની સરખામણીએ વધુ છે.
