Skip to main content
Settings Settings for Dark

ગેહલોત સરકાર આંતરિક વિખવાદના પગલે સંકટમાં, સચિન પાયલોટે 30 MLAના સમર્થનનો કર્યો દાવો

Live TV

X
  • ભાજપે કહ્યું કોંગ્રેસનો આંતરિક વિખવાદ હવે આવી રહ્યો છે લોકોની સામે.

    આંતરીક વિખવાદના પગલે મધ્યપ્રદેશમાં સત્તા ગુમાવનારી કોંગ્રેસ પાર્ટીમાં ફરી એકવાર આંતરીક વિવાદ સપાટી પર આવ્યો છે. રાજસ્થાનમાં નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટે વિરોધના સૂર દર્શાવ્યા છે.

    સચિન પાયલટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમની પાસે 30 જેટલાં ધારાસભ્યોનું સમર્થન છે. પાયલટે એમ પણ કહ્યું હતું , કે ગેહલોત સરકાર લઘુમતિમાં આવી ગઈ છે. જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસના ધારાભ્યોને ખરીદવાનો ભાજપ પર આરોપ લગાવ્યો છે. જ્યારે ભાજપે અશોક ગેહલોતના આ દાવાને નકારી કાઢ્યો છે.

    આ વિખવાદને કોંગ્રેસનો આંતરીક મામલો ગણાવ્યો છે. તો બીજી તરફ રાજસ્થાનમાં ઉદભવેલી રાજકીય સંકટભરી સ્થિતિને લઈને મુખ્યમંત્રી અશોક ગેહલોતે ધારાસભ્યોની એક બેઠક બોલાવી છે. તો કેન્દ્રીય નેતૃત્વ તરફથી જયપુર મોકલવામાં આવેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા 48 કલાકમાં કોંગ્રેસ નેતૃત્વએ ઘણી વખત સચિન પાયલટ સાથે વાત કરી હતી. તેમણે આશા વ્યક્ત હતી કે, સચિન પાયલટ રાજસ્થાન સરકાર સાથે જ જનતાની સેવા માટે કામ કરે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply