આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહારમાં ભારે વરસાદની સંભાવના
Live TV
-
મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં નિમ્નદબાવવાળા ક્ષેત્ર, ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળના ઉપ હિમાલય ક્ષેત્ર અને સિક્કિમની અલગ અલગ જગ્યાઓ પર ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં નિમ્નદબાવવાળા ક્ષેત્ર, ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
હિમાચલપ્રદેશમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજથી આગામી ચાર દિવસો સુધી વરસાદથી રાહત મળશે. ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના અલગ અલગ સ્થળો પર બુધવાર સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુરની અલગ અલગ જગ્યાઓ પર આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દિલ્હીમાં આજે વાદળછાયુ વાતાવરણ રહેશે.
