જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એક આતંકી ઠાર, હજુ 3-4 આતંકી છુપાયા હોવાની આશંકા
Live TV
-
સુરક્ષાબળોએ આતંકીઓને પકડવા માટે તે વિસ્તારના નાકાબંધી કરી છે.
જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સુરક્ષાબળોએ એક આતંકીને ઠાર માર્યો છે. બુઢાલ વિસ્તારમાં કોટેરંકા જિલ્લાના ગુંડા ખવાસ ગામમાં એક આતંકીને ઠાર કરવામાં સુરક્ષાબળોને સફળતા પ્રાપ્ત થઈ છે. આ વિસ્તારમાં આતંકી છુપાયો હોવાની સુરક્ષાબળોને સૂચના મળી હતી, જે સ્વતંત્રતા પહેલા આતંકી ઘટનાને અંજામ આપવાનો હતો. આતંકી છુપાયો હોવાની સૂચના મળતા કેન્દ્રીય રિઝર્વ પોલીસબળ, SOG અને પોલીસે શનિવારે અભિયાન શરૂ કર્યું છે. જમ્મુ વિસ્તારના પોલીસ મહાનિદેશક મુકેશ સિંહ અને રાજૌરીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક અમૃતપાલ સિંહે આ વિસ્તારમાં અથડામણ થઈ હોવાનું જણાવ્યું છે. હજુ પણ 3-4 આતંકી છુપાયા હોવાની આશંકા છે. સુરક્ષાબળોએ આતંકીઓને પકડવા માટે તે વિસ્તારમાં નાકાબંધી કરી છે.
