પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં 508 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસની આધારશીલા મુકી
Live TV
-
અમૃત ભારત સ્ટેશન યોજના અતંર્ગત 508 રેલવે સ્ટેશનોના પુન:વિકાસ કાર્યનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના રેલવે ક્ષેત્રની કાયાપલટ કરવા ઐતિહાસિક પહેલ અમૃત ભારત સ્ટેશન યોજના અતંર્ગત 508 રેલવે સ્ટેશનોના પુન:વિકાસ કાર્યનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. આ રેલવે સ્ટેશનોના પુન:વિકાસ કાર્યમાં અંદાજિત ખર્ચ 25 હજાર કરોડથી વધુ થવાનો છે. આ 508 સ્ટેશનમાં દેશના 27 રાજ્યો અને સંઘ પ્રદેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ઉત્તર પ્રદેશના 55, રાજસ્થાનના 55, બિહારમાં 49, મહારાષ્ટ્રમાં 44 સહિત ગુજરાતના 21 રેલવે સ્ટેશનનોનો પુન:વિકાસ થશે. આ કાર્યક્રમને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારતીય રેલવેના ઇતિહાસમાંથી આજે એક નવા અધ્યાયની શરુઆત થઇ છે, રેલવે આપણા દેશની લાઈફલાઈન છે. આ સાથે જ પ્રધાનમંત્રી મોદીએ આ વિરાટ કાર્યક્રમનું આયોજન અને ભારતીય રેલવેની કાયાપલટ કરવાની નેમ ઉપાડનાર રેલવે વિભાગના મંત્રીઓ, અધિકારી અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
