આગામી બે દિવસ દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Live TV
-
આગામી બે દિવસ કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર, મરાઠવાડા અને ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી, દિલ્હીમાં જોખમી સ્તરથી ઉપર વહી રહી યમુના નદી
દેશભરમાં વરસાદી માહોલ છે. દેશના અનેક રાજ્યો ભારે વરસાદથી પ્રભાવિત થયેલા છે. દેશની રાજધાની દિલ્હીમાં ભારે વરસાદને કારણે ,યમુના નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ફરી એકવાર દિલ્હીમાં પૂરનો ભય સર્જાઈ રહ્યો છે. દેશના અન્ય રાજ્યોની જેમ મહારાષ્ટ્ર પણ વરસાદથી પ્રભાવિત છે. રત્નાગિરીમાં વરસાદે કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે પાલઘર, રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો ગોવા, મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં વરસાદને કારણે જનજીવન અસ્થવ્યસ્થ થયું છે. નદીઓના પાણી ગામોમાં ઘુસી ગયા છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ઈન્દોર સહિત 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. ભોપાલ, જબલપુર, ગ્વાલિયર, ઉજ્જૈનમાં પણ વરસાદ વરસી શકે છે. સતત વરસી રહેલ વરસાદને કારણે નદીઓ અને ડેમોના જળસ્તર વધી રહ્યા છે. IMD અનુસાર, ઉત્તર પ્રદેશમાં આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં કેટલાક સ્થળોએ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
